GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

મધવાસ હાઈસ્કૂલ ખાતે શ્રી રામ ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

તારીખ ૨૨/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

આજ રોજ ભગવાન શ્રી રામ ની પ્રાણપ્રતિષ્ઠા ના પ્રસંગ ને જ્યારે આખો દેશ ધામ ધુમ થી ઉજવી રહ્યો છે ત્યારે શ્રી ગૌશનેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં આવેલ શ્રી નવસર્જન ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ, મધવાસ માં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત શાળાના મંત્રી પ્રવીણભાઈ પંડ્યા અને આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનો નું પુષ્પથી સ્વાગત શ્રી રામપ્રભુ ની વાનરસેના દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ માંથી જ શ્રી રામ, સીતામાતા, લક્ષ્મણજી, હનુમાનજી અને વાનર સેના ના પાત્રો બનાવવામાં આવ્યાં હતાં. આ પાત્રો ને દેખીને જાણે શ્રી રામ પ્રભુ એ સાક્ષાત પૃથ્વી પર અવતાર લીધો હોય તેવો ભાવ પેદા થયો હતો. શ્રી રામ પ્રભુ ની વાનર સેના એ આમંત્રિત મહેમાનોમાં અને મોટી સંખ્યામાં પધારેલ ગ્રામજનો માં અનેરો આનંદ ભરી દીધો હતો. કાર્યક્રમને અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ સમગ્ર વાતાવરણ ને રામમય બનાવી ને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button