
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ખાતે નચિકેતા (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) પ્રિ- પ્રાઈમરી શાળાનો પ્રારંભ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ખાતે નચિકેતા ઇન્ટરનેશનલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પ્રિ- પ્રાઇમરી શાળા સત્યનારાયણ ભગવાનની કથા અને પૂજા અર્ચનાથી પ્રારંભ કરવામાં આવ્યો. જે પ્રસંગે શાળાના સંચાલક નિરવભાઈ સોની અને તેમની ધર્મપત્ની, સ્ટાફ મિત્રો, ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ સાથે આવેલ વાલી મિત્રોઓ મોટી સંખ્યામાં સત્યનારાયણ ભગવાનની કથામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે નાના ભૂલકાઓએ તમામ રૂમમાં પ્લે વિથ લર્ન સાધનોને નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો. આ શાળાને ચારે બાજુથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શાળાના પ્રથમ દિવસે 50 થી વધુ બાળકોના રજીસ્ટ્રેશન નોંધાયા હતા. આ સાથે આ શાળા દિવસે- દિવસે વધુ પ્રગતિ કરે તેવી વાલીમિત્રોએ આશા વ્યક્ત કરી હતી.