GANDHIDHAMKUTCH

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ઓર્ગાનાજેસન ગાંધીધામ દ્વારા ગાંધીધામ ના કર્તવ્ય નિષ્ઠ જાંબાઝ એ.સ.પી. બગડીયા સાહેબ અને પોલીસ માટે નો સન્માન નો કાર્યક્રમ યોજાશે

4-જુન

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ગાંધીધામ કચ્છ :- ગાંધીધામ શહેર માં તા. 22.મે ના રોજ ગાંધીધામ શહેરમાં દીનદહાડે મુખ્ય બજાર માં થયેલી આંગડિયા પેઢીની લૂંટના બનાવથી સમગ્ર શહેરમાં ચકચાર સાથે વેપારી વર્ગમાં ભય અને ડરનો માહોલ પેદા થયો હતો. સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવનાર આ ઘટના અનુસંધાને બોર્ડર રેન્જ આઈ.જી. શ્રી જે.આર.મોથાલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ અને તેમની ટીમે બાહોશીપૂર્વક ત્વરિત ગતિથી લુટારુઓનું પગેરું દબાવી ઝબ્બે કરી લૂંટના રૂપિયા કબ્જે કરી જિલ્લામાં ધાક બેસાડતો દાખલો પૂરો પાડયો છે. પોલીસ તંત્રના આ દિલધડક અને પ્રસંશનીય કાર્યને બિરદાવવા અને પોલીસ અધિકારીઓનું અભિવાદન કરવા માટે ગાંધીધામ ખાતે ના જાણીતાં જૂના પી.એમ.આંગડીયા ની પેઢી કુંવરજીભાઈ રાણામલ હાલાણી પરિવાર ગાંધીધામ દ્વારા ચાલે છે. કમનસીબે આ આંગડીયા પેઢીમાં રીઢા ગુનેગારો દ્વારા દિલધડક લૂંટ ચલાવવામાં આવી. એક કરોડ રૂપિયા કરતાં વધુ રકમની લુંટ રિવોલ્વરની અણીએ થઈ. સદનસીબે કોઈ ઈજા કે જાનહાની ન થઈ. થેન્કસ ગોડ. ઘટના ગંભીર અને દુર્ભાગ્યપૂર્ણ હતી પરંતુ પરિણામ સુખદ આવ્યું. કર્તવ્ય નિષ્ઠ જાંબાઝ પોલીસ ટીમે આ લુંટને ટુંકા સમયમાં ઉકેલી લીધી અને મુદામાલ કબ્જે કરી લીધો. લુંટ કરનાર આરોપીઓ હિસ્ટ્રીશીટર હતા અને બહારના રાજ્યના હતા. તેમ છતાં પોલીસની કર્તવ્ય નિષ્ઠાએ લુંટારૂંઓને પકડી પાડયા. લુંટારૂંઓ ગુનેગારીની કલાના માસ્ટર હતા તેમ છતાં પોલીસ પણ કંઈ ઉણી ઉતરનાર ન હતી. કુનેહબાજ પોલીસે મોટા ભાગના આરોપીઓને ઝડપી સળીયા પાછળ રાખી દીધા છે. ગુજરાત પ્રદેશ ના હોદેદારો રાજેન્દ્ર ઠક્કર, હરપાલ સિંગ, પિન્કીબેન આહિર, પપુભાઈ આહિર, તેમજ કચ્છ હોદેદારો લતીફભાઈ ખલીફા, ભરતભાઇ ગઢવી,અમિત શ્રીવાસ્તવ મહિલા મંડળ ના હોદેદારો મધુબેન, પ્રેમલતાબેન સોરઠિયા, વર્ષાબેન સોલંકી, રીંકુબેન પટેલ, કાંતાબેન પરાંતાં,પૂજાબેન ગૌસ્વામી વગેરે 05.06.2023 ના રોજ સમય 11.00 વાગ્યે સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવું,

[wptube id="1252022"]
Back to top button