વસ્તડી ગામે માધ્યમિક શાળામાં વિદ્યાર્થીનું ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા મોત
ઈલેક્ટ્રીક શોર્ટ લાગવાની ઘટના બાદ શાળામાં 100થી વધુ વિદ્યાર્થીઓ રઝળતી હાલતમાં સવારથી સાંજ સુધી બેઠા રહ્યા

તા.02/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામમાં શિક્ષણને કલંકિત કરે તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે માધ્યમિક શાળામાં અભ્યાસ માટે આવેલ 13 વર્ષીય વિદ્યાર્થી સુમિત રૂદાતલા પાસે શાળાના જ શિક્ષક દ્વારા પાણીની મોટર ચાલું કરવા મોકલ્યો હતો આ દરમિયાન તેને ઇલેક્ટ્રિક શોર્ટ આવ્યો અને આ બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હવે શિક્ષક દ્વારા કેમ તેને પાણીની મોટર ચાલુ કરવામાં મોકલ્યો તે એક સળગતો સવાલ છે મૃતક વિદ્યાર્થીછે તેના સગા સાથે વાત કરવામાં આવતા તે જણાવી રહ્યા છે કે ગામમાં આવેલ માધ્યમિક શાળામાં અભ્યાસ માટે આવતા બાળકો પાસે શાળામાં પ્લાસ્ટર કરાવવામાં આવે છે અને શાળાની સફાઈ પણ કરાવવામાં આવે છે અને આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે કામ પણ કરાવવામાં આવે છે ત્યારે સરકારી માધ્યમિક શાળામાં બાળકો કામ કરવા માટે આવે છે કે અભ્યાસ માટે તે સળગતો સવાલ છે અને શિક્ષણ કામગીરી સામે પણ સવાલ ઉભા કરે છે અને કેવું આ શાળામાં શિક્ષણ આપવામાં આવતું હશે તે પણ સળગતો સવાલ છે આમ વિદ્યાર્થીઓ ક્યાંથી આગળ વધે હાલમાં આ બનેલી ઘટનાને લઈ વસ્તડી ગામના ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને મૃતક વિદ્યાર્થીને ન્યાય મળવો જોઈએ અને શિક્ષણની પ્રણાલી બદલાવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે હાલ મૃતક વિદ્યાર્થીના પરિવારમાં શોક ફેલાયો છે અને ગામ પણ ગમગીન બન્યું છે ત્યારે આ અંગે રિયાલિટી ચેક કરવામાં આવતા મોટો થયો છે સારા જાણે રામ ભરોસે ચાલતી હોય તે પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે સળગતા સવાલ એ છે કે માતા પિતા અભ્યાસ માટે બાળકોને શાળાએ મોકલે છે પરંતુ તેમનું બાળક શાળાએ આવ્યા પછી પણ કેટલું સુરક્ષિત છે જ્યાં ઘટના બની તે વસ્તડી ગામની માધ્યમિક શાળાની મુલાકાત કરવામાં આવી છે આ શાળાની મુલાકાત કરવામાં આવતા ચોકાવનારો ખુલાસો એ સામે આવ્યો છે કે શાળામાં માત્ર ત્રણ શિક્ષકો ઉપલબ્ધ છે અને ત્રણ શિક્ષકોથી આ શાળા ચાલી રહી છે આ ઘટના બની તે સમયે માત્ર ફરજ ઉપર એક શિક્ષક હાજર હતા તે બે ક્લાસરૂમ ચલાવી રહ્યા હતા ત્યારે આ શાળાની રિયાલિટી ચેક કરવામાં આવતા શાળાના આચાર્ય પણ મુખ્ય ઓફિસને તાળું મારી અને બહાર નીકળી ગયા હતા હવે આ બાબતે તો શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે પરંતુ માત્ર એક શિક્ષકથી શુક્રવારનું શિક્ષણ કાર્ય વસ્તડી ગામે આવેલી માધ્યમિક શાળામાં ચાલતું હતું અને જેને લઇ અને આ રિયાલિટી ચેક કરવામાં આવતા તમામ વિગતો સામે આવી છે.