GUJARATSAYLASURENDRANAGAR

સાયલાનાં કેરાળા ગામની સીમમાં ગેરકાયદેસર ખનન પર ખાણખનીજ વિભાગના દરોડો, 1,50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.10/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા, મોટા કેરાળા અને જશાપર ગામની સીમ જમીનમાં ગેરકાયદે ખનીજ ચોરી ચિંતાજનક રીતે વધી રહી છે ત્યારે રવિવારની વહેલી સવારે મોટા કેરાળાની સીમ જમીનમાં ડેપ્યુટી કલેક્ટર તેમજ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં મોટા પાયે ગેરકાયદે ખનીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું અને ત્યાં હાજર રહેલા ત્રણ હિટાચી મશીન અને ત્રણ ડમ્પર કિંમત રૂપિયા અંદાજિત દોઢ કરોડનો મુદ્દામાલ ઝડપી લીધો હતો તમામ ડમ્પરને ડિટેઇન કરીને સાયલા પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાના વાહનોમાં ઓવર લોડ સામાન ભરીને અનેક વાહનો નિયમોની ઐસી તૈસી કરીને દોડી રહ્યા છે ત્યારે વઢવાણ નાયબ કલેકટરની ટીમે સાયલા હાઇવે ઉપરથી ઓવર લોડ કપચી ભરેલા ત્રણ ડમ્પર પકડી લીધા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને રેતી, કપચી અને કાર્બોસેલના વાહન માટે અનેક વાહનો દોડી રહ્યા છે કયા વાહનમાં કેટલો માલ ભરવો તેના માટે નિયમો બનાવ્યા છે પરંતુ તેમ છતા વધુ પૈસા કમાવવાની લાલચમાં માલિકો પોતાના વાહનોમાં ઓવરલોડ માલ ભરતા હોય છે જેમાં ખાસ કરીને ડમ્પરમાં સૌથી વધુ ઓવર લોડ માલ ભરવામાં આવે છે આ બાબતની નોંધ લઇને વઢવાણ નાયબ કલેક્ટરની ટીમે સાયલા લીંબડી નેશનલ હાઇવે ઉપર ચેકિંગ દરમિયાન 3 ડમ્પરની તપાસ કરતા તેમાં વધુ પ્રમાણમાં કપચી હતી ત્રણ ડમ્પરને ડિટેઇન કરીને હોટલ ઉપર રાખી દેવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button