રાજય સરકાર દ્રારા પંચાયત સંવર્ગ ૩/૪ ના કર્મચરીઓની આંતર જિલ્લા બદલીના હુકમને લઈને. નેત્રંગ તાલુકા માંથી ૧૬ તલાટીઓની એક સાથે બદલી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૧-૦૮-૨૩.
નેત્રંગ પંચાયત સહિત તાલુકાની અન્ય પંચાયતોના મળી કુલ્લે સોળ જેટલા તલાટીઓની એક સમાટે આંતર જિલ્લા બદલીઓ થતા વહીવટી તંત્ર મા ચહલપહલ મચી જવા પામી છે.
રાજય સરકાર થકી પંચાયત સેવા સંવર્ગ વર્ગ ૩/૪ ના કર્મચરીઓની સ્વ વિનંતીની આંતર જિલ્લા ફેરબદલીઓની અરજીને ધ્યાન પર લઇ ને તા.૧૯ ઓગસ્ટ ના રોજ ૧૧૭૯ જેટલા કર્મચરીઓની કરવામા આવેલ બદલીઓમા નેત્રંગ તાલુકા પંચાયત ના તાબા હેઠળ આવેલ ૩૯ ગ્રામ પંચાયતોમા ફરજ બજાવતા અન્ય જિલ્લા ના ૧૬ તલાટીઓ તેમજ તાલુકા પંચાયત હિસાબી શાખામા ફરજ બજાવતા જુનીયર ક્લાર્ક ની બદલી થઈ છે.
જેમા તાલુકાની મુખ્ય પંચાયત નેત્રંગ મા ફરજ બજાવતા તલાટી ની ગીર સોમનાથ જિલ્લા મા તેમજ એક તલાટી ની સુરત, એક તલાટીની નવસારી, એક તલાટીની દાહોદ, ચાર તલાટી તેમજ જુનીયર ક્લાર્ક ની તાપી તેમજ આઠ તલાટીઓ ની નર્મદા જિલ્લા ખાતે બદલી થતા નેત્રંગ તાલુકામા ફરજ બજાવતા ૨૫ તલાટીઓ માંથી ૧૬ તલાટીઓની બદલી થતા સ્થાનિક ૯ જેટલા તલાટીઓ રહેશે.
તમામની બદલીઓતો થઈ ગઈ છે. પરંતુ ભરૂચ જિલ્લા પંચાયત કચેરીથી લેખિત મા હુકમો આવે તેની રાહ વતન જવા માંગતા કર્મચારીઓ જોઈ
રહ્યા છે.








