હાલોલ નગરમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટરની નબળી કામગીરી ને લઇ યુવરાજ હોટલ,વરીયા કોલોની જવાના રસ્તા પર ખાડામાં પાણીનું ટેન્કર ફસાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૦.૫.૨૦૨૪
હાલોલ નગરના યુવરાજ હોટલ, વરીયા કોલોની જવાના રસ્તા પર પાણી નું ટેન્કર ભૂગર્ભ ગટર યોજના માટે ખોદેલા ખાડાઓમાં અધૂરા માટી પુરાણ કરેલા ખાડામાં ફસાઈ જતા તે તરફ જવા આવવા માટેના રસ્તા બંધ થઈ જતા લોકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.હાલોલ નગર ખાતે ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે.જેના પગલે નગરજનો હેરાન પરેશાન થઈ ગયા છે.હાલોલ નગર ખાતે ભૂગર્ભ ગટર યોજનાને લઇ ઇજારદાર દ્વારા ખોદવામાં આવેલા ખાડા ને બરાબર માટી પુરાણ ન કરતા છાસ વારે વાહનો ફસાઈ જવાના બનાવો બનતા હોય છે.જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી સાથે ભારે નુકશાની વેઠવાનો વારો આવે છે.ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી ઇજારદાર દ્વારા લાપરવાહી દાખવી જે તે સ્થિતિમાં અધૂરા માટી પૂરાણ કરીને માર્ગ છોડી દેવામાં આવતા નગરના વિવિધ વિસ્તારોમાં આવા ખોદેલા ખાડામાં વાહનો ફસાઈ જવાનો સિલસિલો યથાવત છે.જેને લઇ વાહન ચાલકો ભારે નુકસાની ભોગવી રહ્યા છે.આવી નબળી કામગીરી ને લઇ છાશવારે વાહનો ફસાઈ જવાના બનાવો બને છે.છતાં પણ વહીવટી તંત્ર દ્વાર બે જવાબદાર ઇજારદાર સામે કોઈ પગલાં ભરવામાં કેમ નથી આવતા તેવા સવાલો સાથે નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.આજે નગરના યુવરાજ હોટલ,વરીયા કોલોની જવાના રસ્તા પર પાણી નું ટેન્કર ભૂગર્ભ ગટર યોજનાના અધૂરા માટી પુરાન કરેલા ખાડામાં ફસાતા ટેન્કર ના એક સાઈડના ટાયરો ખાડામાં ઉતરી જતા કલાકોની ભારે જેહમત બાદ ટેન્કર ને બહાર કાઢવામાં આવ્યું હતું. આ સમય દરમ્યાન બંને તરફના વાહન વ્યવહાર અટકી ગયો હતો. જેને કારણે ટ્રેકટર ના ચાલક અને નગરજનો દ્વારા કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ આ ભૂગર્ભ ગટર યોજનાનું કામ જલ્દી પૂરું થાય તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.નગરજનોની સુખાકરી માટે કરવામાં આવી રહેલી કામગીરી હવે નગરજનો માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે.










