GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વોટસન મ્યુઝિયમ દ્વારા “આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ”ની અનોખી ઉજવણી

તા.૧૭/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

સવારે લાઈવ સ્કેચ તેમજ બપોર પછી ખાસ ડોક્યુમેન્ટ્રી દર્શાવાશે

Rajkot: સમગ્ર વિશ્વમાં ૧૮મી મે “આંતર રાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ” તરીકે ઉજવાય છે, ત્યારે રાજકોટના વોટસન મ્યુઝિયમ દ્વારા આ દિવસની તા. ૧૮થી ૨૦ મે સુધી વિશેષ ઉજવણી કરાશે. જે નિમિત્તે શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત, મ્યુઝિયમ ખાતે સવારે ૯ કલાકે, લાઇવ પોટ્રેટ ક્લબના કલાકારો દ્વારા લાઈવ સ્કેચના રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તૈયાર થયેલા સ્કેચ અને કલાકારોના અન્ય સ્કેચ, ચિત્રોનું પ્રદર્શન તા.૧૮મી મેથી ૨૦મી મે સુધી ગોઠવવામાં આવશે. આ ઉપરાંત આ દિવસો દરમિયાન મ્યુઝિયમની મુલાકાતે આવનારા મુલાકાતીઓને સાંજે ચાર કલાકે મ્યુઝિયમની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવવામાં આવશે. રાજકોટની કલાપ્રિય જનતાને આ કાર્યક્રમોનો લાભ લેવા મ્યુઝિયમ ક્યુરેટર શ્રી એસ.એન.રામાનુજની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button