વેજલપુર પોલીસ સ્ટેશનના બે ચોરીના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને SOG પોલીસે ઝડપી પાડયો.

તારીખ ૩૦/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા એસઓજી પો.સ.ઇ આર.એન.પટેલ તથા પો.સ.ઇ ડી.જી.વહોનીયા તેમજ એસઓજી પોલીસ સ્ટાફે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની કવાયત હાથ હતી જેમાં એસઓજી પોલીસે ખાનગી બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી કામગીરી હાથ ધરી હતી જે અંતર્ગત એસઓજી પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે વેજલપુર પોલીસ મથકના બે ચોરીના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી તાહીર તૈયબ ટપલા રહે સાતપુલ વેજલપુર રોડ ગોધરાનાઓ હાલમાં કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ બસ સ્ટેન્ડ ખાતે ઉભેલો છે જે બાતમીના આધારે જિલ્લા એસઓજી પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એન.પટેલ સહીત એસઓજી પોલીસ સ્ટાફ વેજલપુર ગામે બાતમીવાળા સ્થળે પર પહોંચી આરોપી તાહીર તૈયબ ટપલાને ઝડપી પાડ્યો હતો જેમાં વેજલપુર પોલીસ મથકના બે ચોરીના ગુનામાં પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસની ટીમે સફળતા મેળવી હતી અને આરોપીને ઝડપી પાડી આગળની કાયદાકીય કાર્યવાહી કરવા અંતર્ગત વેજલપુર પોલીસને સોંપ્યો હતો.










