કાલોલ મા સીવણ ક્લાસ થી પરત ફરતી યુવતી ને બે ઈસમો એ રોકી ધાક ધમકી આપતા ફરીયાદ

તારીખ ૨૧/૦૮/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કોલેજ રોડ પર આવેલ હરીનગર થી ઓમકારેશ્વર સોસાયટી તરફ સીવણ ક્લાસ પરત આવતી એક યુવતી ને એવેંજર મોટર સાયકલ પર આવેલ બે ઈસમો દ્વારા મોટરસાયકલ તેની નજીક લઈ જઈ રાજેન્દ્રકુમાર પ્રવિણચંદ્ર રાવળ નામનો વ્યકિત યુવતીને મોટર સાયકલ ઉપર બેસી જા મારે તારી સાથે વાત કરવી છે જો તું મોટરસાયકલ ઉપર નહિ બેસે તો તને તારા માતા-પિતાને અને ભાઈ ને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ફફડી ગયેલ યુવતી તાત્કાલિક નજીક આવેલ પોતાના સંબંધીના ઘરે દોડી ગઈ હતી અને પોતાના માતા પિતા ને ધટના ની જાણ કરી હતી જેથી યુવતીનો ભાઈ તેણીને લેવા આવ્યો હતો. સમગ્ર બનાવ બાદ ડરી ગયેલ યુવતી અને તેના પરિવાર દ્વારા કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે એવેંજર ના ચાલક અને રાજેન્દ્ર કુમાર રાવળ મુળ રે. નડિયાદ હાલ રે હનુમાન ફળીયા કાલોલ એમ બન્ને સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.










