KALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર ની સીમમાંથી રૂ.૧૫ હજાર ઉપરાંત મુદામાલ સાથે જુગાર રમતા છ જુગારીયાઓ ઝડપાયા.

તારીખ ૦૬/૦૮/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ મથકની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગ હતી તે દરમ્યાન ખાનગી બાતમીદાર દ્વારા મળેલ બાતમી મુજબ કાલોલ તાલુકાના વેજલપુર ઘુસર રોડ ઉપર સ્મશાનની બાજુમાં આવેલા ખેતરમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા-પાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમીને આધારે બાતમીવાળી જગ્યાએ છાપો મારતા કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી ભેગા બેસી કંઇક રમતા હોય તેમ જણાતા પોલીસે છાપો મારતા જુગાર રમતા ઇસમોએ અચાનક પોલીસને આવેલી જોઈ નાસવા લાગ્યા હતા જેથી પોલીસે ૬ ઈસમોને ઝડપી લીધા હતા પોલીસે ઝડપેલા જુગારીયાઓ પાસેથી દાવ પરના રૂ.૮,૧૨૦/અને અંગ ઝડતીમાંથી રૂ.૭,૨૭૦/મળી કુલ રૂ.૧૫,૩૯૦/ના મુદામાલ સાથે ઝડપાયેલા છ જુગારીઓની અટકાયત કરી તેઓની વિરુદ્ધ જુગારધારા મુજબની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]









