GUJARATHALOLPANCHMAHAL

હાલોલની વી.એમ.સ્કૂલમાં જિલ્લા કક્ષા બાળ પ્રતિભા સ્પર્ધા યોજાઇ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૫.૧.૨૦૨૪

હાલોલ તાલુકામાં જિલ્લા કક્ષા બાળ પ્રતિભા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાલોલ ની ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-6 થી 8 ના બાળકો એ વિવિધ સ્પર્ધામાં માં ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.જેમાં સમૂહ ગીત સ્પર્ધા માં બ્રહ્મભટ તીર્થા,પટેલ જીલ, પંચાલ પ્રાચી,રાઠવા તન્વી,પટેલ એન્જલ,સિસોદિયા ગૌરી, પટેલ આસ્થા,પટેલ કૃપાલી પ્રથમ નંબર ભજન સ્પર્ધા માં કોયાણી ધ્રુવી પ્રથમ નંબર લગ્નગીત સ્પર્ધા માં સોલંકી પલ્લવી,પટેલ ઉર્વા,સોલંકી નિશા પ્રથમ નંબર નિબંધ સ્પર્ધા માં પટેલ નેન્સી દ્વિત્ય નંબર વકૃત્વ સ્પર્ધા માં સોલંકી રિયા પ્રથમ નંબર લોકગીત સ્પર્ધા માં પટેલ ઉર્વા પ્રથમ નંબર ચિત્ર કલા સ્પર્ધા માં શાહ નિષ્ઠા પ્રથમ નંબર સર્જનાત્મક કારીગરી(વેસ્ટ માંથી બેસ્ટ) સ્પર્ધા માં પટેલ હિત પ્રથમ નંબર,આમ ધો-6 થી 8 ના વિદ્યાર્થીઓ એ વિવિધ સ્પર્ધામાં પોતાનું અદ્ભૂત પ્રદશન આપી શાળાનું અને પોતાના પરિવારનું નામ દિપાવ્યું તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે આ દરેક વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષક રિમકેશભાઈ પટેલ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button