હાલોલ:આબુરોડ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના સાયકલ યાત્રાના જવાનોનું હાલોલની કલરવ સ્કૂલ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું.

તા.૨૨.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
તારીખ 22/03/2023 ને બુધવારના રોજ “વન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, હીટ ઇન્ડિયા”ના સંદેશ સાથે ભારત દેશના બેટલ એક્સ ડિવિઝન વોરિયર્સના 10 જવાનો આબુરોડ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લગભગ 800 કિ.મી.થી વધારે ના સાયકલ પ્રવાસે નીકળ્યા હતા. ત્યારે હાલોલ શહેરની પ્રતિષ્ઠિત કલરવ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નીતિનભાઈ શાહ અને અન્ય લોકોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.જેમાં વિદ્યાર્થીઓ એટલે કે દેશના ભાવિ જવાનોને અગ્નિ ભરતી કેવી રીતે થાય છે અને વિવિધ સેનાઓમાં કઈ રીતે જોડાવું તેનું માર્ગદર્શન આપ્યું હતું.સ્કુલનાં આચાર્ય અને શિક્ષકો દ્વારા આ સુવર્ણ તક માટે સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.જવાનોને બેન્ડની સલામી, પુષ્પગુચ્છ, પુસ્તક અને કુમકુમ ના તિલક થી સ્વાગત કરવામાં આવ્યું અને આભાર દર્શન બાદ શાળાના આચાર્ય ડૉ. કલ્પનાબેન જોશીપુરા, ટ્રસ્ટી હાર્દિકભાઈ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ લેફ્ટનન્ટ કર્નલ આદિત્ય અને અન્ય સાયકલ વીરોને આગળની યાત્રા માટે શુભેચ્છા સહ જવાનો તુમ આગે બઢો ,હમ તુમ્હારે સાથ હૈ,વન ઇન્ડિયા ફિટ ઇન્ડિયા, હિટ ઇન્ડિયા ના નારા સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ ઉમદા કાર્યનું આયોજન ટૂંક સમયમાં કરવા માટે શાળાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.










