કાલોલ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં રીફાઈ પબ્લિક સ્કૂલના બાળકોએ શ્રેષ્ઠ દેખાવ કરી શાળાનું ગૌરવ વધાર્યું

તારીખ ૨૨/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
બાળકો,યુવાનોમાં રહેલું ખેલ કૌશલ્ય વિકસે તથા તેઓમાં પણ ખેલદીલી આત્મગૌરવ તથા જૂથ સહકાર જેવા શ્રેષ્ઠ ગુણોનો વિકાસ થાય તે હેતુથી આપણી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી. જેમાં વિવિધ વયજૂથના સ્પર્ધકો ભાગ લઈ પોતાનામાં રહેલું રમત કૌશલ્ય વિકસાવવાનો પ્રયત્ન કરે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં હતાં.જે અંતર્ગત ચાલુ વર્ષે આયોજિત અડાદરા અને એરાલ ખાતે આયોજિત કાલોલ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં રીફાઈ પબ્લિક સ્કૂલના બાળકોએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.જેમાં ખો-ખો (અંડર ૧૭)ની રમતમાં પ્રથમ ક્રમ, કબડ્ડી (અંડર ૧૭)ની રમતમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.ઉપરાંત, વિવિધ એથલેટિક્સ રમતોમાં પણ સુંદરદેખાવ કર્યો હતો.જે અંતર્ગત ૫૦ મીટર દોડ (અંડર ૧૭) માં મોહમ્મદ સામી ત્રીજું ક્રમ,સાજીદ પઠાણ ૨૦૦ મીટર (અંડર ૧૭) દોડમાં પ્રથમ ક્રમ,મોઈન દેવન લાંબી કૂદમાં દ્વિતીય ક્રમ,અરફરાન બેલીમ ૮૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમ,રિયાઝ બેલીમ લાંબી કૂદમાં બીજો ક્રમ તથા ૨૦૦ મીટર દોડમાં દ્વિતીય ક્રમ,ચિરાગ સોલંકી ૪૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમ,મોહંમદ અર્શ મિરઝા ડિસ્કશ થ્રોમાં તૃતીય ક્રમ,શોર્ટ પૂટમાં પ્રથમ ક્રમ,જેવલીન થ્રોમાં દ્વિતીય ક્રમ મેળવી શાળા તથા સમગ્ર સમાજનું નામ ઉજ્જ્વળ કર્યું હતું.












