AHAVA

ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકની સી ટીમની ઉમદા કામગીરી…

પોલીસ એ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્રને ડાંગ જિલ્લા પોલીસ ચરિતાર્થ કરી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ દ્વારા હાથ ધરાયેલ દેવી પ્રોજેકટને મોટા પાયે સફળતા મળી છે.ડાંગ જિલ્લામાં દેવી પ્રોજેકટ અભિયાન શરૂ થતા કુરિવાજોથી પીડીત મહિલાઓને સન્માન મળ્યુ છે.હાલમાં ડાંગ જિલ્લા પોલીસ વિભાગની સી ટીમની ઉમદા કામગીરી જોવા મળી છે.આજરોજ મોડી સાંજે રાજકોટથી સાપુતારાની સહેલગાહે જતા પ્રવાસીઓની કાર કોઈક તકનીકી કારણોસર સાપુતારા ઘાટમાર્ગમાં બંધ થઈ ગઈ હતી.જેથી કારમાં સવાર પ્રવાસીઓ વિમાસણમાં મુકાઈને ખરા સમયે અટવાયા હતા.તે સમયે આ પ્રવાસી કાર માટે સાપુતારા પોલીસ મથકની ફિલ્ડમાં નીકળેલ સી ટીમ દેવદૂત બની હતી.અહી સ્થળ પર પ્રવાસી કાર જોતાની સાથે જ સાપુતારા પોલીસ મથકની સી ટીમ ઉભી રહી ગઈ હતી.અને પ્રવાસીઓ સાથે કોઈ અકસ્માત જેવી ઘટના બની ન જાય તે માટે આ પ્રવાસી પરિવારની મદદ કરી તેઓને સાપુતારા સુધી પોલીસ ગાડીમાં લઇ જઇ માનવતા મહેકાવી હતી.સાથે બંધ પડેલ કારને ગેરેજ સુધી પોહચાડવાની મદદ કરી ઉદારતા બતાવી હતી.જ્યારે બીજા કિસ્સામાં આહવા તાલુકાનાં ભાપખલ ગામનાં પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકને ચિલ્ડ્રન હોમ આહવા ખાતે મૂકી માનવતા મહેકાવી હતી.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ભાપખલ ગામનાં વિજયભાઈ તુલસીરામભાઈ પવારનું અકસ્માતમાં મરણ થયેલ હતુ.અને તેનો દીકરો વિલ્સનકુમાર જે હાલમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હતો.અહી વિલ્સનકુમારનાં એક કાકા પણ અપંગ હોય તથા દાદા દાદી પણ ઘડપણમાં હોય જેથી દેખરેખ રાખવા વાળુ કોઈ ન હતુ.જેની જાણ ડાંગ જિલ્લાનાં એસ.પી.યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી પાટીલને થતા તેઓનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકની સી ટીમ દ્વારા ભાપખલ ગામ ખાતે પોહચી આ બાળક સહિત તેના અપંગ કાકા અને ઘરડા દાદા દાદીની મુલાકાત કરી હતી.સાપુતારા પોલીસની સી ટીમ દ્વારા આ બાળક સારી રીતે ભણી શકે તે માટે ચિલ્ડ્રન હોમ આહવાનો સંપર્ક કરી આ બાળકને તેમા મૂકી ઉદારતા બતાવી હતી.ડાંગ જિલ્લામાં પોલીસ દ્વારા સ્થાનિક પ્રજા સહિત પ્રવાસીઓ માટે મિત્રની ઉદાર નીતિનું સૂત્ર સાર્થક કરતા સૌ કોઈએ તેઓની કામગીરીને બિરદાવી હતી..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button