MORBI:મોરબી બક્ષીપંચ મોરચાના પ્રમુખ જાહેરનામાં ભંગ કરતાં : કલેકટર સમક્ષ કોંગ્રેસ ના નેતાઓએ કરી રાવ!!!

MORBI મોરબી બક્ષીપંચ મોરચાના પ્રમુખ જાહેરનામાં ભંગ કરતાં : કલેકટર સમક્ષ કોંગ્રેસ ના નેતાઓએ કરી રાવ!!!
મોરબીમાં ૪ થી વધુ વ્યક્તિને એકત્ર થવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું અમલી હોવા છતાં ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખે ૧૦૦ થી વધુ લોકોને એકત્ર કરીને રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હોય ત્યારે બક્ષીપંચ મોરચા પ્રમુખ વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું કે કે ગત તા. ૦૯ ના રોજ ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મોરબી જીલ્લામાં કલમ ૧૪૪ સબબનું જાહેરનામું અમલી હોવા છતાં ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા આશરે ૧૦૦ માણસોથી વધુ ભેગા કરી શનાળા રોડ પર કાર્યક્રમ કરાયો હતો અને કાર્યક્રમ અંગે કોઈપણ જાતની મંજુરી લીધેલ ના હોય આવા કાર્યક્રમ અંગે મોરબી જીલ્લા પોલીસ દ્વારા પણ કોઈપણ જાતની રોક લગાવેલ ના હતી જે કાર્યક્રમ અંગેની તમામ માહિતી બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા તેમના ફોટો અને વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરલે હોય જેથી જાહેરનામાં ભંગ સબબ યોગ્ય તપાસ કરાવી જરૂરી ઈસમો પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે આવેદન આપતી વેળાએ કિશોરભાઈ ચીખલીયા સાથે જીલ્લા પંચાયતમાં વિપક્ષ નેતા, સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા