વેરાવળમાં લાલસાઇ ફાઉન્ડેશન દ્વારા વેરાવળ પાટણ સિંધી સમાજ માટે ત્રી દિવસીય રાસોત્સવનું આયોજન
આપણી દીકરી આપણા આંગણે થીમ આધારિત રાસોત્સવમાં ખાસ સેલ્ફી પોઇન્ટ અને દરરોજ વિવિધ કલાકારો આકર્ષણનું કેન્દ્ર બનશેદીકરીઓએ હાલના સમયમાં કઈ રીતે સાવચેત રહેવું તેમજ સાઇબર ક્રાઇમ અંગે લોકોને જાગૃતતા આપવામાં આવશે
વેરાવળમાં લાલસાઇ ફાઉન્ડેશન દ્વારા વેરાવળ પાટણ સિંધી સમાજ માટે મારી દીકરી, મારા આંગણે થીમ આધારીત ત્રી દિવસીય રાસોત્સવનું આયોજન આગામી તા.21 થી 23 સુધી કરવામાં આવ્યું છે.ખાસ કરીને હાલના સમયમાં બની રહેલા બનાવોને ધ્યાને લઇને દીકરીઓએ કઈ રીતે સાવચેત રહેવું તે અર્થે સમજ અપાશે તેમજ સાઇબર ક્રાઇમ અંગે પણ સમાજના દરેક લોકોને જાગૃતતા આપવામાં આવશે.ત્રણેય દિવસ દરમિયાન વિવિધ કલાકારો મહેમાન બનશે જ્યારે ખાસ સેલ્ફી પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.વેરાવળ પાટણ જોડીયા શહેરમાં વસતા સિંધી સમાજના લોકો માટે લાલસાઇ ફાઉન્ડેશન દ્વારા સમાજના દરેક સભ્યોના સહયોગથી છેલ્લા 3 વર્ષથી રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે.ત્યારે ચોથા વર્ષે પણ આગામી તા.21 થી 23 ના રોજ મારી દીકરી, મારા આંગણે થીમ આધારિત પારિવારિક વાતાવરણ વચ્ચે રાસોત્સવનું આયોજન શુભ મંગલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે.આ તકે ત્રણેય દિવસ દરમિયાન વેરાવળમાં વસતા ઉપરાંત આસપાસના વિસ્તારો માંથી પણ સિંધી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.ખાસ કરીને અલગ અલગ દિવસે ફિલ્મ અભિનેત્રી વિયોના પાટીલ, અભિનેતા રવી શર્મા, વોઇસ & ડ્રામા આર્ટિસ્ટ ક્રિષ્ના દોશી, હાસ્ય કલાકાર મંથન પંડ્યા પણ પ્રેક્ષકોને મનોરંજન તેમજ ખેલૈયાઓને પ્રોત્સાહન પૂરું પાડવા ઉપસ્થિત રહેશે.જ્યારે એંકર તરીકે જીગ્નેશ ટાંક સેવા આપશે અને એન્ટ્રી એકદમ નિશુલ્ક રહેશે તેવું લાલસાઇ ફાઉન્ડેશનના સભ્યોએ એક યાદીમાં જણાવ્યું છે.ઉપરાંત સિંધી સમાજનાં લોકો બહોળી સંખ્યમાં આ કાર્યક્રમમાં જોડાય તેવો લાલસાઈ ફાઉન્ડેશન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










