Uncategorized

દેડિયાપાડાના સોલીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાય

દેડિયાપાડાના સોલીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાય.
તાહિર મેમણ : ડેડીયાપાડા – 13/02/2024-વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દેડિયાપાડાના સોલીયા મુકામે પહોંચતા બાળકીઓએ સંકલ્પ રથનું કુમકુમ તિલકથી ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યુ હતું. સોલીયા ગામે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સભામંડપમાં બેઠેલા સૌ ગ્રામજનોએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે યુવાન, ખેડુતો, મહિલાઓ અને ગરીબ પરિવારોના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને ભાવિ રોડમેપ તેમજ રાષ્ટ્રને વિકસિત બનાવવા માટેના પ્રેરક સંદેશાને શોર્ટફિલ્મ થકી નિહાળ્યું હતું. આ તકે સૌ ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે સામુહિક શપથ લીધા હતા.

આ પ્રસંગે સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભથી જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અનુભવતા લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની થીમ અંતર્ગત ગ્રામજનોને સરકારની યોજનાઓના ફાયદાઓ વિશે સમજણ પુરી પાડી હતી. આ વેળાએ ગ્રામજનોએ વિનામૂલ્યે આરોગ્ય ચકાસણી કેમ્પનો લાભ લીધો હતો. ઉપરાંત, આઈસીડીએસ વિભાગ દ્વારા ઉભા કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લઈને આંગણવાડીલક્ષી યોજનાઓની માહિતી મેળવી હતી.

આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગોરા સહિત જિલ્લા-તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, સરપંચ, લાભાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

[wptube id="1252022"]
Back to top button