MORBI:મોરબી ખાતે મહિલાઓ માટે નિશુલ્ક તાલીમ નું આયોજન
શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન દ્વારા મોરબી જીલ્લા ના લાભાર્થીઓ માટે અનેક જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓ નું સફળ સંચાલન છેલા ઘણા વરસો થી કરવામાં આવે છે.સંસ્થા.ના મહિલા ઉત્કર્ષ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ ને રોજગારી અને ઘરે બેઠા આવક માટે ની પ્રવૃતિઓ , કૌશલ્ય તાલીમ વગેરે નું અમલીકરણ કરવામાં આવે છે.સંસ્થા દ્વારા ૧૮ થી ૪૫ વર્ષ ની મહિલાઓ માટે ગ્લાસ પેન્ટિંગ, ટેરા કોટા ( માટીકામ) , માંચી વર્ક, ભરતકામ, પૈકી ના ટૂંકા ગાળાના સર્ટિફિકેટ સાથે ના તાલીમ કોર્સ નું નિશુલ્ક આયોજન કરવામાં આવનાર છે જેમાં માન્ય સર્ટિફિકેટ સહિત ના સંસ્થાકીય લાભો પણ મળવા પાત્ર છે.આ નિશુલ્ક તાલીમ કાર્યક્રમો નો લાભ લેવા તથા જરૂરી માહિતી અંગે સંસ્થા ના હેલ્પ લાઈન નંબર 9726501810 પર સંપર્ક કરવા સંસ્થા ના પ્રમુખ ની યાદી માં જણાવાયું છે
નોંધ: મર્યાદિત સંખ્યામાં તાલીમાર્થીઓ લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે લાભાર્થીઓ ને લેવામાં આવશે.