MORBI:મોરબી જુલતાપુલ દુર્ઘટનામાં હાઇકોર્ટે વધુ બે આરોપીઓના જમીન મંજુર કર્યા

મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેસ મામલે મોરબી અને ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે દરમિયાન ઝડપાયેલા ૧૦ પૈકી અગાઉ છ આરોપીને જામીન મળી ચુક્યા હતા તો આજે ગુજરાત હાઈકોર્ટે ઓરેવા ગ્રુપના મેનેજર અને કોન્ટ્રાકટરને જામીન આપ્યા છે
મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓ ત્રણ સિક્યુરીટી ગાર્ડ અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલસિંગ ચૌહાણ તેમજ ક્લાર્ક મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા અને માદેવભાઈ લાખાભાઈ સોલંકી, મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે તેમજ બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર એમ નવ આરોપીને ઝડપી લીધા હતા તો મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલ બાદમાં કોર્ટ સમક્ષ હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી હતી દુર્ઘટના મામલે ઝડપાયેલા ૧૦ માંથી છ આરોપી અગાઉ જામીન મુક્ત થયા છે તો આજે ઓરેવા ગ્રુપના મેનેજર દીપકભાઈ પારેખ અને કોન્ટ્રાકટર પ્રકાશભાઈ પરમારે હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે બંને આરોપીના જામીન મંજુર કર્યા છે તો મુખ્ય આરોપી ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ અને દેવાંગ પરમાર હજુ જેલમાં બંધ છે આમ કુલ ૧૦ પૈકી આઠ આરોપીને જામીન મળી ચુક્યા છે