BANASKANTHAPALANPUR

બનાસકાંઠા સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ આર.એ.ગોસ્વામી એ વડગામ સબ-પોસ્ટની મુલાકાત લીધી 

9 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

બનાસકાંઠા જિલ્લા સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ આર.એ.ગોસ્વામી એ વડગામ સબ-પોસ્ટની મુલાકાત લેતાં ગ્રામજનો, વેપારીઓ, વિવિધ સંસ્થાઓ ના પ્રતિનિધિઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશેષ માં વડગામ સબ પોસ્ટ ના પરેશકુમાર વ્યાસ, નરેશભાઈ પઢીયાર,ગોવિંદભાઈ ડાભી, સિધ્ધરાજ સિંહ બારડે પુષ્પગુચ્છ આપી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ આર.એ.ગોસ્વામીને આવકાર્યા હતાં.આ પ્રસંગે શુભેચ્છા મુલાકાતે આવેલ અગ્રણીઓ, વેપારીઓ ને ભારતીય પોસ્ટ વિભાગ ની લાભદાયી યોજનાઓ બચત યોજના,ડી.ડી.,આર.ડી, એફડી સ્કીમ,5 વષૅ જમા ખાતું, 15 વર્ષ જમા ખાતું,કે.વી.પી.,માસીક ઈન્કમ સ્કીમ, આકસ્મિક દુર્ઘટના વીમા યોજના, પીપીએફ,એન.એસ.સી.એફ.ડી.વ્યાજ દર, સહિત કેન્દ્ર સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ અંગે પુષ્કર ગૌસ્વામીએ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button