BANASKANTHAKANKREJ
સરકારી ખિલખિલાટ ઈકો અને આયશર ટ્રક વચ્ચે અકસ્માતમાં ઈકો ડ્રાયવર અને ડીલેવરીવાળી મહિલાનુ મોત.

કાંકરેજ તાલુકા વહેપારી મથક થરા-દિયોદર હાઈવે ઉપર આવેલ મૈડકોલ નજીક રોડ પર થરા જે.વી.શાલ રેફરલ હોસ્પિટલથી ડીલેવરીના દર્દીને દવાખાને બતાવી દિયોદર તરફ લઈને જઈ રહેલ સરકારી ખિલખિલાટ ઈકો અને દિયોદર તરફથી આવી રહેલ માંતેલા સાંઢ સમાન આયશરટ્રક વચ્ચે અકસ્માત થતાં ખિલખિલાટના ડ્રાયવરનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.
પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના થરા-દિયોદર હાઈવે રોડ ઉપર આવેલ મૈડકોલ નજીક થરા જે.વી.શાહ રેફરલ હોસ્પિટલથી ડીલેવરી માટે બતાવવા આવેલ દિયોદરના ફોરણા કોટડાની હંસાબેન બી. ગૌસ્વામી નામની મહિલા થરા રેફરલ હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યા હતા.અને મહિલા બતાવીને થરા થી ફોરણા કોટડા મુકવા માટે થરા રેફરલની સરકારી ખિલખિલાટ હાજર ન હોઈ દિયોદરથી આવેલ ખિલખિલાટ ઈકો ગાડી થરાથી મહિલાને અને સાથે આવેલ બે બિજી મહિલાને લઈને મુકવા જતાં હતા.ત્યારે થરા-દિયોદર રોડ ઉપર આવેલ મૈડકોલ પાસે દિયોદર તરફથી આવી માંતેલાં સાંઢ સમાન આયશર ટ્રકના ચાલકે ગફલતભરી અને પુરઝડપે ટકકર મારતાં ઈકોને ધડાકાભેર ટકકર મારતાં થરાથી જઈ રહેલ સરકારી ખિલખિલાટ ઇકો ગાડીનો ખુરચો બોલાયો હતો. અકસ્માતમાં ખિલખિલાટ ચાલક મહેબુબશા શુભરાત્રિશા ફકીર રહે.ગોતરકા,તા.
રાધનપુરવાળાનુ ઘટનાસ્થળે મોત નિપજયુ હતુ.જયારે ડીલેવરી માટે બતાવવા આવેલ મહિલા અને સાથે આવેલ બે મહિલાઓને ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ મારફતે થરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.પરંતુ તેમની હાલત ગંભીર જણાંતા વધુ સારવાર માટે ત્રણેય મહિલાઓને પાટણ રીફર કરાયા હતા.અક્સ્માતની જાણ થતાં ધટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા થરા પોલિસને જાણ થતાં થરા પોલિસ ઘટનાસ્થળે આવી પહોચી તપાસ હાથ ધરી હતી.મૃતક ડ્રાયવરની લાશને પી.એમ.અર્થે થરા જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ ખસેડી પી.એમ.કરાવી લાશને વાલી વારસોને સુપરત કરી હતી.વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત ત્રણેય મહિલામાંથી ડીલેવરી માટે આવેલ હંસાબેન.બી.ગૌસ્વામી રહે. ફોરણા કોટડાવાળાનુ સારવાર દરમ્યાન મહિલાનુ મોત નિપજયુ હતુ.જયારે જહુબેન કૈલાશભારથી ગૌસ્વામી રહે, ફોરણા કોટડા,તા.દિયોદર અને ભાવનાબેન નારણભારથી ગૌસ્વામી રહે,ફોરણા કોટડા, તા.દિયોદર વાળાને ગંભીર ઈજાઓ પહોચી હતી.આ બાબતે થરા પોલિસે નિતિનકુમાર માનજીભાઈ પટેલની ફરીયાદના આધારે થરા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મૃતક
(૧) મહેબુબશા સન ઓફ શુભરાત્રિશા ફકીર રહે.ગોતરકા, તા.રાધનપુર હાલ.રહે.રૈયા, તા.દિયોદર
(૨) હંસાબેન ભુરગિરી ગૌસ્વામી ફોરણા તા.દીઓદર
ઈજા ગ્રસ્ત
(૧) ગૌસ્વામી જહુબેન કૈલાશભારથી ફોરણા તા.દીઓદર
(૨) ગૌસ્વામી ભાવનાબેન નારણભારથી ફોરણા તા.દીઓદર
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]



