Navsari: વિમુક્ત અને વિચરતી સમુદાયો માટે વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય શ્રીએ નવસારી જિલ્લાની મુલાકાત લીધી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારત સરકારની વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્યશ્રી ભરતભાઈ પટણીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની NT-DNT વર્કશોપની મીટીંગ યોજાઈ.
નવસારી શાકામાર્કેટ તથા તિઘરા નવી વસાહતની સ્થળ મુલાકાત લઈ વિચરતી અને વિમુક્ત સમુદાયોના લોકોની રજૂઆત સભ્યશ્રીએ સાંભળી સમાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર હેઠળ કાર્યરત વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્યશ્રી ભરતભાઈ પટણીના અધ્યક્ષસ્તા હેઠળ આજે નવસારી સર્કિટ હાઉસના સભાખંડ ખાતે સ્થાયી વિચરતી અને વિમુક્ત સમુદાયો લોકોના વિકાસ સંદર્ભે સ્થાનિક આગેવાનો સાથે NTDNT (Nomadic Tribes and Denotified Tribes) વર્કશોપની મીટીંગ યોજાઈ હતી .મીટીંગ બાદ સભ્યશ્રી ભરતભાઈ પટણીએ નવસારી–વિજલપોર નગરપાલિકાના શાકામાર્કેટ તથા તિઘરા નવી વસાહતની સ્થળ મુલકાત લઇને વિચરતી અને વિમુક્ત સમુદાયો લોકોની રજુઆત તથા પ્રશ્નો સાંભળી સંલગ્ન અધિકારીશ્રીઓને નિકાલ લાવવાની સુચના આપી હતી . મુલાકાત દરમિયાન મહિલાઓને ગૃહ ઉધોગ થકી આત્મનિર્ભર બનવા તથા પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા . વિચરતી અને વિમુક્ત સમુદાયોના લોકોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર ખુબ જ સંવેદનશીલ તથા કટિબધ્ધ છે તેમ જણાવ્યું હતું.
NT-DNT વર્કશોપની મીટીંગમાં નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી, નવસારી વિકસિત જાતિના સમાજ કલ્યાણ અધિકારીશ્રી જયદીપ ચોધરી તથા, નવસારીના વિચરતી અને વિમુક્ત સમુદાયોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.