
કડી સર્વ વિદ્યાલય ખાતે ડ્રામા કોમ્પિટિશન યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિદ્યાલય કેળવણી મંડળ ,સંચાલિત અને કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન સુરજબા કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા શનિવાર ના રોજ વિદ્યાલય ખાતે ડ્રામા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 જેટલી કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી અને તેમાં કુલ 45 જેટલી તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો . આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે પ્રા. ડૉ. હર્ષલ દેવતા તેમજ પ્રા.ડૉ તેજસ ઠક્કર એ સેવા આપી હતી. જેમાં પ્રથમ નંબરે ચૌધરી યોગીતા, ચૌધરી હેમાલી વસાવા આરતી, કાંસિયા પલ્લવી, ચૌધરી લતા ,સુથાર રીંકલ, ચૌધરી રુચિકા જેઓએ સોશિયલ મીડિયા થીમ આધારિત કૃતિ રજૂ કરી હતી.અને બીજા નંબર ચૌધરી સલોની, ચૌધરી શ્વેતા, ચૌધરી નીલકેશ્વરી ,ચૌધરી કૃપાલી, ચૌધરી નિકિતા, ચૌધરી પ્રિયા,ચૌધરી પ્રિયંકા જેઓએ બિંદી પર કૃતિ રજૂ કરેલ હતી . આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. મનીષા એમ જાદવ દ્વારા પ્રિન્સિપાલ શ્રી ડૉ.ભાવિક એમ.શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.