ઈટલી આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યું છે, 2 લાખ કરોડનું દેવું ચૂકવવા દેશની વિરાસત વેચવા કાઢશે

જર્યોજિયા મેલોની જે દેશની કમાન સંભાળી રહી છે, તે ઈટલી આજે આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યું છે. મેલોનીનું ઇટાલી 2 અબજ યુરો એટલે કે 2 લાખ કરોડનું દેવું છે. તેને દૂર કરવા માટે પીએમ મેલોની પોતાના દેશની વિરાસત વેચવા જઈ રહી છે. વાસ્તવમાં પીએમ મેલોનીએ ટપાલ સેવાનો કેટલોક હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે આ એ જ ટપાલ સેવા છે જેને એક સમયે વડાપ્રધાન પોતાના દેશનું તાજ રત્ન માનતા હતા. ક્રાઉન જ્વેલ કારણ કે તે ઇટાલીનો વારસો છે, જે ખૂબ જ કિંમતી છે.
જોકે આ મામલે જાણકારનો દાવો છે કે આ હરાજીથી સરકારના દેવા પર વધારે અસર પડવાની નથી. કારણકે સરકાર પર ઘણું વધારે દેવું છે, એક રિપોર્ટ અનુસાર ઈટલી પર અંદાજીત કુલ 2.48 ટ્રિલિયન ડોલરનું દેવું છે અને આ દેવું ઈટલીની GDPનું અંદાજીત 135 ટકા છે. આ દિવસોમાં ઈટાલીમાં સરકારની નીતિઓની ખૂબ ટીકા થઈ રહી છે. કોઈને કોઈ રીતે સરકાર તેની ડૂબતી આર્થિક સ્થિતિને સુધારવાનો પ્રયાસ કરી રહી છે.
વડાપ્રધાન મેલોની દેશની ટપાલ સેવાની હરાજી કરીને વર્ષ 2026 સુધીમાં લગભગ 1.79 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે ઈટાલીની પોસ્ટલ સર્વિસ (પોસ્ટે ઈટાલિયન) રેલ કંપની ફેરોવી ડેલો સ્ટેટો અને પાવર કંપની Eniમાં હિસ્સો ધરાવે છે. આ સિવાય આ સેવા ઈન્સ્યોરન્સ અને બેંકિંગના કામ સાથે પણ જોડાયેલી છે.સરકારની આવકનો મોટો હિસ્સો આમાંથી જ આવે છે. પરંતુ હાલના દિવસોમાં ખોટમાં ચાલી રહેલી સરકારને આ મોટું સાહસ ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.