GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં નાસતો ફરતો ઇસમને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો 

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને તળાજા, ભાવનગર ખાતેથી મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે

મળતી માહિતી મુજબ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૬(૧)બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧,૯૮(૨) વિ. મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી ઉમેદસિંહ ઉર્ફે ઉધમસિંહ તેજસિંહ રાવ રહે. ભટવારા તા.જી.સલુંમ્બર (રાજસ્થાન) વાળો હાલે ભાવનગર જીલ્લાના તળાજા વિસ્તારમાં આવેલ હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે ભાવનગર, તળાજા વિસ્તારમાં મહુવા-ભાવનગર રોડ, ઉપર આવેલ ચામુંડા હોટલ ખાતે તપાસ કરતા દારૂના ગુનાના કામેનો નાસતો ફરતો આરોપી ઉમેદસિંહ ઉર્ફે ઉધમસિંહ તેજસિંહ કરણસિંહ રાવ (સાકરોદીયા) ઉ.વ.૪૧ રહે. ભટવારા શેષપુર તા.જી.સલુંમ્બર (રાજસ્થાન) વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી વાંકાનેર તાલુકાના દારૂના ગુનામાં સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

[wptube id="1252022"]
Back to top button