GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

એલ.સી.બી પોલીસે વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

તારીખ ૦૨/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરક્ષક આર.વી.અન્સારીના માર્ગદર્શન મુજબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન અને સૂચના મુજબ ઈન્ચાર્જ પોલીસ ઇસ્પેક્ટર આર.એ.પટેલ એલ.સી.બી ગોધરા નાઓએ એલ.સી.બી સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરવા સૂચન કરેલ હોય જેથી ગોધરા એલ.સી.બી પોલીસના હેડ કોન્સ્ટેબલ કેહજીભાઈ સયડુભાઈ ને ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી વિરેન્દ્ર ઉર્ફે ભુર્યો રણજીતસિંહ જાદવ હાલમાં ભૂખી ખેડા ફળિયામાં તેના ઘરે હાજર છે તેવી ચોક્કસ બાતમીના આધારે ડો.એમ.એસ.ઠાકોર પોલીસ સબ ઇસ્પેક્ટર એલ.સી.બી ગોધરા તથા એલ.સી.બી સ્ટાફના માણસો સાથે ભખી ગામે આરોપીના ઘરે જઇ તપાસ કરતા બાતમી મુજબનો આરોપી મળી આવતા હસ્તગત કરી ગુનાના કામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button