GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જેતપર રોડ ઉપર શાકમાર્કેટમાં જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

મોરબી એલસીબી પોલીસે જેતપર રોડ પાવડીયાળી કેનાલ પાસે આવેલ શાકમાર્કેટમાં દરોડો પાડી તીનપતિનો જુગાર રમતા ત્રણ ઈસમોને રૂ. ૧૧,૨૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા મળેલ બાતમીને આધારે રેઇડ કરી મોરબી જેતપર રોડ પાવડીયાળી કેનાલ પાસે આવેલ શાક માર્કેટમાં જાહેરમાં જુગાર રમી રહેલા ગોપાલભાઇ ઉર્ફે ગોવિંદભાઇ ઉર્ફે બાબુલાલ પ્રાગજીભાઇ સોલંકી ઉવ.૭૧ રહે.મોરબી વાવડી રોડ શ્રીજીપાર્ક-૨ પ્લોટ નં.૨૦ મુળ રહે.મોરબી ગ્રીનચોક મોચીશેરી, રહિમભાઇ છોટુભાઇ શેખ ઉવ.૬૧ રહે.મોરબી વાવડી રોડ શ્રીજીપાર્ક-૨ પ્લોટ નં.૨૦ મુળ રહે.ડોંગરી પાડા ઝુપડપટ્ટી શિવસેના ઓફિસ પાસે સિધ્ધાર્થનગર સાતીવલી પાલઘર મહારાષ્ટ્ર, યુસુફખાન અકબરખાન પઠાણ ઉવ.૪૦ રહે. મોરબી વાવડી રોડ શ્રીજીપાર્ક-૨ પ્લોટ નં.૨૦ મુળ રહે.ભૈરમ પાડા ઝુપડપટ્ટી ઇંગાચાલ બાન્દ્રા ઇસ્ટ મહારાષ્ટ્રને રોકડા રૂ.૧૧,૨૦૦/- સાથે ઝડપી લઇ ત્રણેય વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button