MORBI:ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોરબી જીલ્લા કલેક્ટર તથા વિકાસ અધિકારીની બદલી

મોરબી જીલ્લાના નવા કલેક્ટર તરીકે કિરણ ઝવેરી તથા વિકાસ અધિકારી તરીકે જે.એસ.પ્રજાપતિની નિમણુંક કરાઈ
જી.ટી. પંડ્યાની દેવભૂમિ દ્વારકાના કલેકટર તરીકે બદલી, ડીડીઓ ડી.ડી.જાડેજાની ગીર સોમનાથ કલેકટર તરીકે બઢતી બદલી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની પણ બદલીના આદેશ કરાયા છે.
લોકસભા ચૂંટણી પૂર્વે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલીના આદેશ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના ૫૦ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા કલેકટર જી.ટી. પંડ્યાને દેવભૂમિ દ્વારકાના કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મોરબી જીલ્લાના કલેકટર તરીકે અમદાવાદના સ્ટેટ ટેક્સના એડિશનલ કમિશનર કિરણ ઝવેરીને નિમણુંક કરાઈ છે. મોરબી જીલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાને ગીર સોમનાથ જીલ્લા કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ નવા જીલ્લા વિકાસ અધિકારી તરીકે વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીના સીઇઓ જે.એસ.પ્રજાપતિને મુકવામાં આવ્યા છે.








