
મોરબી વાવડી રોડ ઉપર ૬૩ બોટલ સાથે ઇસમ ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ તેજાભાઈ ગરચર અને હિતેશભાઈ ચાવડાને મળેલ બાતમીને આધારે વાવડી રોડ ઉપર ઉમિયા પાર્ક સોસાયટીના ગેઇટ પાસે વિદેશી દારૂ છુપાવી વેપલો કરતા લખન નીતિનભાઈ ભટ્ટી નામના શખ્સને રોયલ ચેલેન્જ અને ઓલ સીઝન વ્હીસ્કીની 63 બોટલ કિંમત રૂપિયા 28,500 સાથે ઝડપી લીધો હતો. વધુમાં આરોપી લખનની પ્રાથમિક પૂછતાછમા આ ગોરખધંધામાં આરોપી ઋષિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા અને સૂઝલ ચંદુભાઈ પાચોટીયાની સંડોવણી કબુલતા પોલીસે બન્નેને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી

[wptube id="1252022"]








