કાલોલ કુમાર શાળાના વિદ્યાર્થીઓ ગુરુજનો વાલીગણ અને SMC સભ્યોએ પરીક્ષા પે ચર્ચા લાઈવ કાર્યક્રમ નિહાળ્યો

તારીખ ૨૯/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ તારીખ ૨૯/૦૧/૨૦૨૪ ને સોમવારે કાલોલ તાલુકાની કાલોલ કુમાર શાળાના બાયસેગ માધ્યમથી શાળામાં રહેલા જ્ઞાનકુંજ અંતર્ગત નવી દિલ્હી ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી ના અધ્યક્ષ સ્થાને ભારત મંડપ મ પ્રગતિ મેદાન ખાતેથી વર્ચ્યુઅલ મોડમાં યોજાયો હતો તેને બી.આર.સી કો. દિનેશભાઈ પરમાર ની ખાસ ઉપસ્થિતિમાં શાળાના ૬ થી ૮ ના ૧૧૨ વિદ્યાર્થીઓ,તમામ શિક્ષકગણ, વાલીગણ અને એસએમસી સભ્યો દ્વારા નિહાળવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં ભારતના અલગ અલગ પ્રદેશોમાંથી શાળાના ગુરુજનો અને બાલદેવોએ પ્રધાનમંત્રી શ્રી સાથે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત વિવિધ પ્રશ્નોત્તરી કરી સુસંગત ઉત્તરો મેળવી ધન્ય બન્યા હતા.શાળાના બાળકો તથા ગુરુજનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળી.પોતાના આંતરિક સવાલોના જવાબ મેળવી ધન્યતા અનુભવી હતી. કાર્યકમ ને અંતે શાળાના આચાર્ય રાકેશ ઠાકર દ્વારા આવનાર તમામનો ઋણ સ્વીકાર કરી આભાર દર્શન કર્યું હતું.










