TANKARA:ટંકારાના સરાયા નજીક કાર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

TANKARA:ટંકારાના સરાયા નજીક કાર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

ટંકારાના સરાયા ગામ નજીક ચાલીને જતા આધેડને કારના ચાલકે હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ શર્મીલાબેન રમેશભાઈ વસુંનીયા એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છેકે ગત તા. ૯ ના રોજ તેના પતિ રમેશભાઈ રોડ પર આવેલ દુકાનેથી તમાકુ લેતો આવું તેમ કહીને તેના પુત્ર નીતેશ સાથે ગયેલ હોય અને સરાયા ગામ બાજુ રોડની કિનારી પર ચાલીને જતા હોય દરમિયાન પાછળથી એક કારના ચાલકે આવીને રમેશભાઈને હડફેટે લેતા તેને ગંભીર ઈજા પોચતા ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય બાદમાં વધુ સારવાર માટે મોરબી ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું તો તેના પુત્ર વધુમાં જણાવ્યું હતું કે એક કાળા કલર જેવી ફોર વ્હીલ કારના ચાલકે અકસ્માત સર્જ્યો છે જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે








