TANKARA:ટંકારામાં કોમન સર્વીસ સેન્ટર ચલાવતા શખ્સ સરકારી ફોર્મ ભરવામાં લાંચ માંગનાર આરોપીના જામીન મુક્ત

ટંકારામાં કોમન સર્વીસ સેન્ટર ચલાવતા શખ્સ સરકારી ફોર્મ ભરવામાં લાંચ માંગનાર આરોપીના જામીન મુક્ત
આ કેસની હકીકત એવી છે કે, આ કામના આરોપી જીતેન્દ્રકુમાર પ્રવિણભાઈ ચૌહાણ રહે. ટુકારાવાળા ટંકારા મુકામે ટંકારા લતીપર રોડ ઉપર આવેલ દ્વારકા કોમ્પલેક્ષમાં પહેલા માળે દુકાન નં.૧૦ માં કોમન સર્વીસ સેન્ટર (સી.એસ.સી.) ચલાવતાં હોય, જેઓને કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની કોઈપણ પ્ર જાલક્ષી યોજનાઓના/સહાયો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી આપવાનું અને પોતે સી.એસ.સી.નું પ્રમાણપત્ર ધરાવતાં હોય જે અંતર્ગત કેન્દ્ર સરકાર ઘ્વારા જાહેર થયેલ ” પી. એમ.વિશ્વકર્મા યોજના” અંર્તગત અરજી કરવા આવતાં અરજદારોને ઓનલાઈન અરજી કરવા પેટે દરેક ઓનલાઈન ફોર્મ કેન્દ્રસરકાર તરફથી જાહેર થયેલ માર્ગદર્શીકાની પુસ્તિકા ભારત સરકાર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગો મંત્રાલય પી.એમ.વિશ્વકર્મા અમલીકરણ માટે માર્ગદર્શીકાની પુસ્તિકા ભારત સરકાર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગો મં ત્રાલય પી.એમ.વિશ્વકર્મા અમલીકરણની માર્ગદર્શીકામાં જણાવ્યા મુજબ કોઈ ફી કે શુલ્ક લીધા વગર ભરી આપવાનું હોય તેવુ સ્પષ્ટ માર્ગદર્શન હોવા છતાં અરજદાર/આરોપીએ ડીકોયર પાસેથી રૂા.૨૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી પોતાના અંગત આર્થીક લાભ સારુ મેળવી ઝડપાઈ જઈ, ગુનો કરેલાનો આક્ષેપ છે.
અરજદાર/આરોપી તરફે વિધ્વાન વકીલશ્રી ટી.બી.દોશી નાઓએ દલીલ કરી જણાવેલ છે કે, અરજદારની સદર ગુના કામે ઘ૨પકડ કરેલ ત્યારથી અરજદાર જયુડીશીયલ કસ્ટડી માં રહેલા છે ત્યારબાદ અરજદાર ઘ્વારા હાલની રેગ્યુલર જામીન ઉપર મુકત ક૨વા માટેની અરજી કરવામાં આવેલ છે. આ કામના અરજદાર/આરોપી નાએ કહેવાતો કોઈ ગુન્હો કરેલ નથી કે તેઓ કહેવાતા ગુન્હા અંગે કશુ જાણતા નથી. આ કામના અરજદાર સામે રૂા.૨૦૦/- ની લાંચની માંગણી કર્યાનો આક્ષેપ છે. આ કામના અરજદારે લાંચની માંગણી કરેલ નથી કે સ્વીકારેલ નથી. અરજદાર રાજય સેવક નથી કે નિગમના કર્મચારી નથી તેમ છતાં તેઓને સદર ગુન્હામાં ખોટી રીતે સંડોવી દીધેલ છે. અરજદારનો કોઈ ગુનાહીત ઈતીહાસ નથી. અરજદાર/આરોપી મોરબી જીલ્લાનાં રહેવાસી છે તેઓ કયાંય નાશી ભાગી જાય તેમ નથી. આ કામની ટ્રાયલ ચાલતા દરમ્યાન તેઓ નિયમીત રીતે મુદત હરોળમાં નામદાર કોર્ટમાં હાજર રહેશે. તેમજ ફરીયાદપક્ષના સાહેદોને કોઈપણ પ્રકાર ની લાલચ, ધાક, ધમકી કે પ્રલોભન આપી તેઓને તોડવા ફોડવા કોઈ પ્રયાસ કરીશે નહી. અરજદાર/ આરોપીને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવા માંગણી કરેલ છે.

સદર કામે અરજદાર તરફે રોકાયેલ એડવોકેટની દલીલો માન્ય રાખી નામદાર સેશન્સ કોર્ટે અરજદાર/આરોપી જીતેન્દ્ર ચૌહાણને અમુક શરતોને આધીન રૂપિયા દશ હજારનાં જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ હતો.
આરોપી જીતેન્દ્ર ચૌહાણ તરફે એડવોકેટ શ્રી તેજશ બી. દોશી, અમિત જાની, કે.ડી. સંખેસરીયા, રાહુલ ડાંગર, કેતન ચૌહાણ રોકાયેલ હતા.








