
25 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આઝાદીકા અમૃત મહોત્સવ-પ્રકલ્પ-4 (વ્યસનમુક્તિ અને કુરિવાજ નાબૂદી ) અંતર્ગત નિબંધ લેખન-સ્પર્ધાનું તા.24 જાન્યુઆરી 24 ના આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં કોલેજના 32 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નિર્ણાયકશ્રીઓ પ્રો.હેમલબેન, ડૉ.ભારતીબેન,પ્રો. જીતુભાઈ દ્વારા પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિ. ડૉ.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રકલ્પ-4ના કન્વીનર ડૉ. સુરેખાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રવર્તમાન સમયમાં યુવાપેઢી દિન-પ્રતિદિન વધતા જતા બીડી,સિગારેટ, ડ્રગ્સ જેવાં વ્યસનો તરફ ધકેલાતી જઈ રહી છે આવા સમયે યુવાપેઢી વ્યસનો ન કરવા બાબતે જાગૃત બને તેવા શુભઆશયથી આ નિબંધ-લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]