GUJARATSAYLA

સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં કોલસાની ખાણમાં વધુ ચાર મજૂરોના મોત.

મૂળી તાલુકાના ખંપાળીયા ગામે ગેરકાયદેસર ચાલતી ખાણોમાં કોલસો ખનન કરતા સમયે ભેખડ ધસી જતા ત્રણ પરપ્રાંતીય મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં.અગાઉના સમયમાં ખંપાળીયા ગ્રામ પંચાયત દ્વારા મુળી મામલતદાર કચેરીને જાણ કરવામાં આવી હતી.જેમાં સ્થાનિક મજૂર જયરાજ મેરાભાઈ કોળી ઉંમર -૨૦ વર્ષ વાળને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે વાંકાનેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જ્યાંરે હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોડીરાત્રે મોત નીપજ્યું હતું.મૃ તકના સ્થાનિક યુવાન સહિત ત્રણ પુરુષ અને એક મહિલાનું મોત થયું હોવાની વિગત સામે આવી.ગેરકાયદેસર રીતે કોલસાના ખનન કરતા હોવાથી લાશની બરોબર અજ્ઞાત સ્થળે અંતિમવિધિ કરાઈ.ચાર મજૂરોના મોતની ખાણ ભાજપના તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો ચલાવતા હોવાનું સામે આવ્યું.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા

[wptube id="1252022"]
Back to top button