BANASKANTHAKANKREJ

થરા ખાતે તાલુકા શિક્ષક મંડળી દ્વારા મૃતક શિક્ષકના પરિવારને વિમાનો ચેક અર્પણ કરાયો.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ ધી કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી અને ગ્રાહક મંડળી લી. દ્વારા શિક્ષકોના હિત માટે જમા રકમ પર ૧૦ ટકા વ્યાજ તેમજ ૧૦ ટકા ડિવિડન્ડ અને વાર્ષિક બોનસ અને ધિરાણ આપવામાં આવે છે.સાથે સાથે સભાસદ શિક્ષકોને વીમા કવચથી આવરી લેવામાં આવેલ છે.ત્યારે કાંકરેજ તાલુકાના ખારીયા ચાર રસ્તા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા બજાવતા પટેલ મૌલિકભાઈ પરસોત્તમભાઈ ગંગેટવાળા (તા.ચાણસ્મા) નું થોડા સમય પહેલાં દુઃખદ અવસાન થયું હતું. મૃતકના વારસદારને મંડળી દ્વારા વીમા રકમની દસ લાખ પચ્ચીસ હજાર રૂપિયાની શનિવારના રોજ સહાય ચૂકવવામાં આવી હતી. મંડળીના ચેરમેન દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે મંડળી દ્વારા વાર્ષિક નફામાંથી શિક્ષકહિતોનુ કામ કરવામાં આવે છે.હવેથી અકસ્માતે મૃત્યુ કે કોઈ પણ કારણસર એક અંગ ગુમાવવાનું થશે અને કાયમી અપંગ થશે તો વિમાની રકમ વધારીને ૧૫ લાખ રૂપિયા કરવામાં આવી છે.આ મંડળીમાં પારદર્શક વહીવટ માટે કોઈ પણ પ્રકારનો રોકડ રકમનો વહેવાર કરવામાં આવતો નથી. તમામ વહીવટ એકાઉન્ટ પે થી કરવામાં આવે છે.શિક્ષક પોતાના ખાતાનો હિસાબ ઓનલાઈન પણ જોઈ શકે છે.
નટવર.કે.પ્રજાપતિ, થરા

[wptube id="1252022"]
Back to top button