ગોધરા તાલુકાની સુખિયાપુરી પ્રાથમિક શાળા અને વટલાવ પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૦.૧.૨૦૨૪
ગોધરા તાલુકાની સુખિયાપુરી પ્રાથમિક શાળા અને વટલાવ પ્રાથમિકશાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો હતો.સુખિયાપુરી પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ના બાળકો વટલાવ પ્રાથમિક શાળાની મુલાકાત અર્થે ગયા હતા. જેમાં શાળામાં ચાલતી શૈક્ષણિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓની ઝીણવટભરી સમજણ મેળવી હતી. ત્યારબાદ બીજા દિવસે વટલાવ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ દ્વારા સુખિયાપુરી પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં શાળાના શિક્ષક નિષાદભાઈ દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું.તથા શાળાના શિક્ષકો દ્વારા વિવિધ આઉટડોર ગેમ્સનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહેમાન શાળાના આચાર્ય વિજયભાઈ તથા ઉત્સાહી શિક્ષક અર્પણભાઈ દ્વારા કાર્યક્રમ અનુરૂપ સૂચન-માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. યજમાન શાળાના શિક્ષક ભરતભાઈ તથા આચાર્ય વિનોદભાઈ દ્વારા ઉચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું.










