
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં સિંગપુર ગામના કિરણભાઇ દિલીપભાઈ ગામીતે પોતાના હવાલાનો હાઇવા ટ્રક રજી.નં. GJ-26-T-9602 ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ડાંગ જિલ્લાનાં કાલીબેલથી પિંપરી જતા રોડ ઉપર હનવંતચોંડ ગામનાં જામણીપાણી ફળીયાના વળાંક પાસેથી પસાર થઈ રહ્યો હતો.ત્યારે ટ્રક ચાલકે અચાનક જ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ ટ્રક રોડની ડાબી સાઇડે ડિવાઈડર પ્રોટેક્શન દિવાલ સાથે તથા રોડની સાઈડમાં ઉભેલ મોટર સાઈકલ નં.GJ -26-J-1763 અથડાવી દઈ પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અક્સ્માતનાં બનાવમાં હાઇવા ટ્રક ચાલક નામે કિરણ ગામીતને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ.આ અકસ્માતને લઈને વઘઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..
[wptube id="1252022"]





