BANASKANTHAPALANPUR

સાળવી (સ્વસ્તિક) પ્રા. શાળા દ્વારા રામ યાત્રા નું ભવ્ય આયોજન કરાયું

આબુ હાઇવે વિસ્તાર શ્રી રામ ના નારાઓથી ગુંજી ઉઠ્યો
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રાથમિક શાળામાં રામ મંદિર પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ‘શ્રી રામ યાત્રા’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં શાળાના સૌ બાળકો આ રામ યાત્રા માં જોડાયા હતા.
આ પ્રસંગે શાળાના બાળકો રામ, લક્ષ્મણ ,સીતા ,હનુમાન અને શબરી જેવા રામાયણનાં વિવિધ પાત્રોમાં તૈયાર થઈને આવ્યા હતા. આ રામ યાત્રા સાળવી પ્રાથમિક શાળા થી હનુમાન ટેકરીમાં આવેલ હનુમાનદાદાના મંદિરમાં પૂજારી દ્વારા પૂજા કરાવી અને શ્રી કે.કે. ગોઠી હાઈસ્કૂલ પહોંચી હતી.
નાના ભૂલકાઓ દ્વારા પાલનપુર શહેરનો હાઇવે વિસ્તાર શ્રીરામના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ, રવિન્દ્રભાઈ મેણાત અને ઉપાચાર્ય રંજનબેન પટેલના દ્વારા હેઠળ સમગ્ર સ્ટાફના સહકારથી કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button