પી.કે.એસ.હાઈસ્કૂલ ડેરોલ સ્ટેશનમાં વાર્ષિક પારિતોષિક વિતરણ અને બે શિક્ષકો નો વિદાય કાર્યક્રમ યોજાયો.

તારીખ ૧૯/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ સંચાલિત શ્રી પાનાચંદ ખેમચંદ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે શુક્રવારના રોજ વાર્ષિક ઇનામ વિતરણ તથા નિવૃત મદદનીશ શિક્ષક પી.ડી.બારીયા અને પી.સી.મહેતા નો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં અધ્યક્ષ તરીકે શાળાના જ તેજસ્વી તારલા એવા ડૉક્ટર પાર્થ સોની ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓએ ઇનામ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ ઉપરાંત શાળાના પ્રમુખ જિંદાસભાઈ ગાંધી,ઉપપ્રમુખ ભરતભાઈ શાહ,સહમંત્રી જયેશભાઈ શેઠ,મંડળના સદસ્યો, સંકુલના સંયોજક એ.કે પટેલ,ઇન્ચાર્જ આચાર્ય એચ.કે.પંડ્યા વગેરેએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટેના આશીર્વાદ આપ્યા હતા. આમંત્રિત મહેમાનો તેમજ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.સ્વાગત ગીત,ગરબો અને લેજીમ નૃત્ય ની ઝલક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નિહાળી અને આનંદ માણ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક વિભાગના શિક્ષિકા ડી.કે. જોશી એ કર્યું હતું.










