GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા જંતુનાશક દવાનો પાકમાં છંટકાવ કરતા શ્રમિક વૃદ્ધનું ઝેરી અસર થતા સારવાર મૃત્યુ નીપજ્યું

ટંકારા: જંતુનાશક દવાનો પાકમાં છંટકાવ કરતા શ્રમિક વૃદ્ધનું ઝેરી અસર થતા સારવાર મૃત્યુ નીપજ્યું

ટંકારાના ઓટાળા ગામે ખેતરમાં ઉભા પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા ખેત-શ્રમિક વૃદ્ધને દવાની ઝેરી અસર થતા તેનું ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં આવેલ રમેશભાઈ ભીખાભાઈની વાડીમાં ખેત-શ્રમિક કુવરસીંગ રાયસીંગ કોળી ઉવ-૬૫(રહે.ઓટાળાવાડીમાં) આજરોજ સવારથી ઉભા પાકમાં જંતુનાશક દવા નો છંટકાવ કરતા હતા ત્યારે બપોરના ચારેક વાગ્યા વખતે દવાની ઝેરી અસરને કારણે વાડીમા પડી ગયા હતા. ત્યારે પડેલ હાલતમા તેમનો પુત્ર દિલદારભાઇ જોઇ જતા ટંકારા સિવિલ હોસ્પીટલમાં સારવારમા દાખલ કરેલ હતા જેનુ ચાલુ સારવાર દરમ્યાન ડોક્ટરે મરણ ગયાનું જાહેર કરતા ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

[wptube id="1252022"]
Back to top button