
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ પોલીસે જામલાપાડા (રંભાસ) ગામ ખાતે બિનવારસી હાલતમાં એક કાર મળી આવી હતી.જેમાંથી ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂના જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસે દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ૨,૧૭,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.વઘઈ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,જામલાપાડા (રંભાસ) ગામ ખાતે કાજુ પ્રક્રિયા કેન્દ્ર પાસેથી ગામ તરફ જતા રસ્તે શીવાભાઈ લક્ષમણભાઇ ભોયેના ઘરની સામે એક સફેદ કલરની SX4 કાર નંબર GJ-05-CJ-0405 બીન વારસી હાલતમા છે.અને તે કારમાં દારૂનો જથ્થો ભરેલ છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર પહોંચ્યા હતા.અને કારની તપાસ કરી હતી.ત્યારે કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બાટલી નંગ ૯૬૦ મળી આવી હતી.જે બાદ પોલીસ સ્ટાફના માણસોએ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૬૭,૨૦૦/- તથા કાર જેની કિંમત રૂપિયા ૧.૫૦ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૨,૧૭,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ કર ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.વઘઈ પોલીસે આ અંગેનો ગુનો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે…





