GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના વેજલપુર પોલીસે મિલ્કત સંબંધી બે ગુનાઓ ડીટેક્ટ કરી બે આરોપીઓને ઝડપી પાડયા

તારીખ ૧૮/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસે વિશ્ર્વાસ (નેત્રમ) ની મદદથી મીલકત સબંધી ૦૨ ગુન્હાઓ ડીટેક્ટ કરી કુલ રૂ. ૨,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર સાથે બે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન માં મારૂતીવાન ચોરીની ફરીયાદ તા.૧૩/૦૧/૨૦૨૪ ના રોજ દાખલ થઈ હતી જે બાબતે સર્વેલન્સ સ્ટાફ સાથે રાખી સીસીટીવી ફુટેજ તેમજ નેત્રમ કમાન્ડ કંટ્રોલ ગોધરાના સીસીટીવી ચેક કરતા ચોરી થયેલ મારૂતીવાન ગાડીને મારૂતી ઝેન નંબર જીજે-૦૯-એચ-૦૯૩૩ દ્વારા બાંધી ખેંચી જઈ ચોરી કરી ગોધરા બાજુ લઈ ગયા હોઈ તેવું જાણવા મળ્યું હતું જેથી ચોક્કસ બાતમીદારો રોકી તપાસ ચાલુ કરેલ જે આધારે તારીખ ૧૪/૦૧/૨૦૨૪ ના રોજ પો.સ.ઈ.એસ.એલ.કામોળ વેજલપુર પો.સ્ટે.નાઓને બાતમી મળેલ કે ચોરી થયેલ મારૂતીવાન લઈને બે ઈસમો અન્ય વાહન ચોરી કરવાના ઈરાદાથી હાલોલ તરફ જવાના છે જે માહિતી આધારે નાંદરખા ચોકડી ઉપર વોચ ગોઠવી વર્ણન વાળી મારૂતીવાન આવતા રોકી ચેક કરતા જેમાં અગાઉ પણ ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ (૧) સાહીલ ઉર્ફે ગુગલો હનીફ પઠાણ રહે.રહેમતનગર તા.ગોધરા (૨) યાકુબ સત્તાર પથીયા ઉર્ફે વેજલીયો રહે.સાતપુલ સી સોસાયટી ગોધરા નાઓ હોય જેઓને મારૂતીવાનના કાગળો સબંધે પુછતા ગલ્લા તલ્લા કરતા હોય તેઓની અંગઝડતી કરતા તેઓ પાસેથી ૧૧ નંગ અલગ અલગ વાહનોની ચાવીઓ મળી આવેલ જે શંકાસ્પદ હોય જેથી મારૂતીવાન બાબતે પોકેટ કોપ આધારે ખરાઈ કરતા જેનો રજી નં.જીજે-૦૬-એલકે-૭૫૦૮ નો હોય જે બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હતો જેથી મારૂતીવાન સદર ગુન્હાના કામે રીકવર કરવામા આવેલ ત્યારબાદ પકડાયેલ આરોપીઓને વિશ્વાસમા લઈ વધુ પુછપરછ કરતા અગાઉ વેજલપુર ખાતેથી અન્ય એક મારૂતીવાન ચોરી હતી તેવું કબુલ કર્યું હતું જે મારૂતીવાન ગોધરા ગીતેલી પ્લોટ બાજુ રહેતા તાહીર તૈયબ ટપલા નાઓને વેચેલ હોવાનુ જણાવ્યું હતું જે બાબતે તપાસ કરતા અત્રેના વેજલપુર થી ચોરી થયેલ મારૂતિવાન હતી જે બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલો હતો જે ગુન્હાના કામે રીકવર કરવામાં આવેલ તેમજ ચોરી કરવામાં ઉપયોગમાં લેવામાં આવેલ મારૂતી ઝેન તપાસના કામે કબ્જે કરી વેજલપુર પો.સ્ટે. મા દાખલ થયેલ વાહન ચોરીઓના કુલ-૦૨ ગુન્હાઓ ડીટેક્ટ કરવામા વેજલપુર પોલીસને સફળતા મળી હતી.

[wptube id="1252022"]
Back to top button