GUJARATSAYLA

સાયલા તાલુકાનાં ચોરવીરા (થાન) ખાતે ગ્રાહક જાગૃતિ ક્લબનો કાર્યક્રમ યોજાયો.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલી ચોરવીરા માં જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ રાજકોટ અંતર્ગત લાડકચંદ માણેકચંદ.વોરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ચોરવીરા શાળાની ગ્રાહક જાગૃતિ ક્લબ નો કાર્યક્રમ યોજાયો હતો.જેમા ગ્રાહક જાગૃતિ માટે રેલી, પરીસંવાદ, વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતુ. શાળાનાં બાળકો, શિક્ષકો, વાલીઓ, ગામઆગેવાનો સહભાગી બન્યા હતાં. આ પ્રસંગે જીલ્લા સંયોજક મથુરભાઈ ગોયલે ગુજરાત સરકાર ની રૂ 4000 સહાયક ગ્રાન્ટ નાં ચેક આચાર્યશ્રીને સુપરત કર્યો હતો.
આ કાર્યક્ર્મ ને સફળ બનાવવા શાળાનાં ગ્રાહક જાગૃતિ ક્લબ નાં ઇન્ચાર્જ શિક્ષક તથા તમામ સ્ટાફ અને આચાર્ય શ્રી શર્મિલાબેન મકવાણાએ જહેમત ઊઠાવી હતી.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા

[wptube id="1252022"]
Back to top button