WAKANER:વાંકાનેર સીટી તથા તાલુકામાં પકડાયેલ દારૂ-બિયર ઉપર રોડ રોલર ફેરવી નાશ કરાયો

વાંકાનેર સીટી તથા તાલુકામાં પકડાયેલ દારૂ-બિયર ઉપર રોડ રોલર ફેરવી નાશ કરાયો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા તાલુકા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ અવૈધ વિદેશી દારૂ તથા બિયરના જથ્થા ઉપર તમામ ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી સબ મેજી. તથા પોલીસતંત્રના અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની પ્રોહીબીશનના મુદ્દામાલનો નાશ કરવા મળેલ સૂચના અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા અલગ-અલગ કુલ-૧૦ ગુન્હાઓમા પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની મંજુરી કોર્ટ તરફથી મળતા વાંકાનેર-ચોટીલા ને.હા પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તીર્થ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ-૨૨૧૦ કી.રૂ.૩.૬૫ લાખના જથ્થા ઉપર સબ ડીવીજન મેજી.વાંકાનેર તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી, નશાબંધી અને આબકારી શાખા-રાજકોટના પીઆઈ, સર્કલ પીઆઈ, વર્કાબેર સીટી તથા તાલુકા પીઆઈ તથા સ્થાનિક પોલીસ સ્ટાફની હાજરીમા રોડ રોલર ફેરવી નાશ કરવામા આવ્યો હતો.