
રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
નલીયા : કચ્છ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નલિયા ખાતે આવેલ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર, નલિયા સર્કલની કચેરી ઈ.વ.1971માં બનેલા મકાનનું 52 વર્ષ બાદ નવીનીકરણ પામેલ કચેરીનો શુભારંભ કાર્યક્રમ બુધવારના રોજ યોજાયો હતો.
સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર, નલિયા સર્કલ કચેરી રીનોવેશન બાદ હવે નલિયા સર્કલમાં આવતા જખૌ, નલિયા, કોઠારા તથા વાયોર એમ 4 પોલીસ સ્ટેશનના સાયબર એટેકને લાગતા ગુન્હા, પોકસો જેવા ગુન્હા તથા વિશેષ કાયદા અંતર્ગત બનતા ગુન્હાઓની તપાસ તથા અરજદારોના પ્રશ્નોનો નિકાલ આવશે. સાથે સાથે બોર્ડરથી નજીક નલિયા ગામએ હવે અબડાસા તાલુકાનું મુખ્ય મથક હોવાથી બહારના ગામના લોકોની અને કંપનીઓની અવરજવર વધવા પામી છે જેથી નલિયા ટાઉનમાં CCTV મોનીટરીંગ સિસ્ટમ તથા પેટ્રોલિંગ ને વાહન ચેકીંગથી ગુન્હાખોરી ટ્રાફિક પર અંકુશ આવશે.
સાથે સાથે જખૌ મરીન પોલીસ સ્ટેશનના જખૌ બંદરના મુખ્ય રસ્તા ખાતે વાહન ચેકીંગ તેમજ નાકા પોઇન્ટ તેમજ બોર્ડર વિસ્તારમાં થતી સંવેદનશીલ પ્રવૃતિઓ ઉપર નજર રાખવા માટે અને લોકોની સલામતીમાં વધારો થાય તેમજ બંદર પર આવતો મુખ્ય રસ્તો હોઈ માછીમારી – મીઠાના ટ્રકો તથા ખાનગી વાહનો ઉપર નજર રાખવા માટે તથા ભવિષ્યમાં CCTV મોનીટરીગ કરી શકાય તે માટે નવી પરીકલ્પના સાથે જખૌ પોર્ટ ચેકપોસ્ટ નો શુભારંભ આજ તા.૧૭/૦૧/૨૦૨૪ ના રોજ શુભારંભ કરવામાં આવેલ છે.
જ્યાં હવે રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકીંગ અને મોનીટરીંગ થશે. ચેકપોસ્ટ પર ફરજ નિભાવતા અધિકારી અને જવાનો માટે આરામ કરવા તથા ફ્રેશ થવા માટેની તમામ સગવડો સજ્જ ચેકપોસ્ટનું નિર્માણ કરાયું છે.આ ચેકપોસ્ટથી બંદર ઉપરની તમામ ગતિવિધિઓ પર રોડ માર્ગે આવતા તમામ લોકો અને વાહનો પર નજર રખાશે.
કાર્યક્રમમાં અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પશ્ચિમ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા, જખૌ ખાતેના કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ સંદીપ સફાયા, બી.બી.ભગોરા નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ તથા ડી.આર.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર જખૌ મરીન પોલીસ સ્ટેશન, આર.સી.ગોહિલ પી.એસ.આઈ.(રીડર), વી.એમ.ડામોર પી.એસ.આઈ.જખૌ મરીન, જખૌ-કોઠારા ના થાણા અધિકારીઓ, બીએસએફના અધિકારીઓ, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ અને સભ્યો તથા જખૌ અને સીંધોળી ગામના સરપંચશઓ તથા સામાજિક આગેવાનો, અર્ચીયન કંપનીના અધિકારીઓ, બંદર પર રહેતા માછીમારો અને વેપારી એસોસિએશન સભ્યોની અને જખૌ મરીન પોલીસ સ્ટાફ અને એસ.આર.ડી. જવાનો ઉપસ્થીતી રહ્યા હતા.
[wptube id="1252022"]



