
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.યાતાયાતનાં વાહનો સંદર્ભે લોકોમાં જાગૃતિ કેળવાય તેના માટે ડાંગના પોલીસ અધીક્ષક યશપાલ જગાણીયાનાં માર્ગદર્શન હેઠળ ડાંગનાં વડામથક આહવા ખાતે ટ્રાફિક અંગેના સલામતીના સૂચનો વાળી પત્રિકા,બસ સ્ટેશન,સાપુતારા ત્રણ રસ્તા અને આહવાના મુખ્ય માર્ગ પરથી પસાર થતા મુસાફરોને ઊભા રાખીને માર્ગ સલામતી અંગેના નિયમો વાળી પત્રિકા આપવામાં આવી.જેથી ડાંગ જિલ્લામાં ગોઝારો અકસ્માતોની ઘટનાઓ ડામી શકાય.ટ્રાફિક અંગેના નિયમો વાળી પત્રિકા સાથે હેલ્મેટ, સીટબેલ્ટ, વાહનની ગતિ મર્યાદા અંગેના સલાહ સૂચનો પણ ડાંગ પોલીસ દ્વારા આપવામાં આવ્યા હતા. પોલીસની આ અનોખી પહેલથી લોકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યો હતો.અને ડાંગ પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી હતી.
ડાંગ જિલ્લો પહાડી અને ખીણોથી ઘેરાયેલો વિસ્તાર હોવાથી લોકોમાં માર્ગ સલામતી અંગે સમજ કેળવાય તેવા પ્રયાસો ડાંગ પોલીસ દ્વારા કરવામાં આવતા કામગીરીને બિરદાવી હતી…





