GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના શામળદેવી ગામેથી અપહરણ કરાયેલ બાળક ને ઢસા ખાતે થી બોટાદ LCB એ મુક્ત કરાવ્યો.
તારીખ ૧૬/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના શામળદેવી ગામેથી ૧૩ માસ ના બાળકનું અપહરણ કરાયું હોય જેનો ગુનો કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો જે સંદર્ભે બોટાદ એલસીબીએ તપાસ હાથ ધરતા બાતમી મળી હતી કે ગઢડા તાલુકાના ગામમાં રહેતો શૈલેષ ઉર્ફે કાળીયો જીવરાજભાઈ ડાભીએ ૧૩ માસના બાળકનું અપહરણ કર્યું હતુ અને આરોપી ઢસા પોતાના મામાના ઘરે આ બાળક પોતાનું હોય તેવું ખોટું જણાવી મુકી ગયો હતો બોટાદ એલસીબીના પી.આઈ. ટી.એસ.રીઝવી અને એલસીબીના સ્ટાફે ઢસા ગાયત્રીનગરમાં શૈલેષ ઉર્ફે કાળીયાના મામાના ઘરે આવી તપાસ કરતા બાળક મળી આવતા તેના વાલીનો સંપર્ક કરી બાળકને કાલોલ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધેલ છે.
[wptube id="1252022"]