હાલોલ-શિયાળાની ઠંડીનો લાભ લેતા તસ્કરો,કરિયાણાના સામાન અને તેલના ડબ્બા સહિતનો મૂદ્દામાલની ચોરી કરી ફરાર

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૫.૧.૨૦૨૪
હાલોલ શહેરની મધ્યમાં આવેલા તળાવ પાસે જુના શોપિંગ સેન્ટર માં આવેલી અનિકેત ટ્રેડર્સ અને શિવ ટ્રેડર્સ નામની પેઢીઓ ના ગોડાઉન ને નિશાન બનાવી કરિયાનું તેમજ તેલ ના ડબ્બા સહિત નો લાખો રૂપિયા નો સમાન તફડાવી તસ્કરો ફરાર થઇ ગયા હતા.મધ્ય રાત્રે ટ્રક લઈ ત્રાટકેલા છ જેટલા તસ્કરો એ સવા કલાક સુધી ચોરી નો સમાન તફડાવ્યો હોવાનું સીસીટીવી માં કેદ થયું હતું.હાલોલ શહેરમાં તસ્કરી ની વધતી વારદાતો માં વધુ એક લાખો રૂપિયાની તસ્કરી ની ઘટના સામે આવી છે.ઉતરાયણ ની પૂર્વ રાત્રે હાલોલ શહેરના તળાવ સામે આવેલા શોપિંગ સેન્ટર માં આવેલી બે પેઢીઓ ના ગોડાઉનો ના તાળા તોડી ટ્રક ભરી સમાન ની તસ્કરી કરી ચોરો ફરાર થઇ ગયા હતા.બીજા દિવસે ઉતરાયણ હોવાથી દુકાનો ખોલવામાં નહીં આવતા આજે ગોડાઉનો ના તાળા તૂટ્યા હોવાની જાણ થઈ હતી.ઉતરાયણની આગલી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ ગોડાઉન ના તાળા તોડ્યા હતા અને લાગેલા સીસીટીવી કેમેરા ને નુકશાન કરી સવા કલાક સુધી ગોડાઉન માંથી તેલના ડબ્બા, અનાજ, કરિયાનું સહિત ના સમાન ને ટ્રક માં ભરી પલાયન થઈ ગયા હોવાનું સીસીટીવી કેમેરા માં કેદ થયું હતું.જુના શોપિંગ સેન્ટર માં અનિકેત ટ્રેડર્સ ના હરિસભાઈ સુખવાની અને શિવ જનરલ સ્ટોર ના પ્રભુભાઈ સુખવાણી ના માલ સામાન ના ગોડાઉનો આવેલા છે, ઉત્તરાયણ ની આગલી રાત્રે લોકો ની ભારે અવર જવર વચ્ચે તસ્કરોએ લાખો રૂપિયાની તસ્કરી ને અંજામ આપ્યો હતો અને ટ્રક માં માલ સમાન ભરી પલાયન થઈ ગયા હતા. અત્રે શોપિંગ સેન્ટર માં જે રીતે બે જ ગોડાઉનો ને તસ્કરોએ નિશાન બનાવ્યા છે તે જોતા સ્થાનિક કોઈ જાણભેદુ ની સંડોવણી હોય તેવું પણ અનુમાન લગાવવમાં આવી રહ્યું છે.આજે ઘટના ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલોલ તેમજ કાલોલ ટોલ નાકા ના સીસી ટીવી ફૂટેજ તપાસવા અને વેપારીઓ ની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. શહેરના ભરચક વિસ્તાર માં બિન્દાસ લાખો રૂપિયાનું કરિયાનું ટ્રક માં ભરી તસ્કરો પલાયન થઈ જતા કરોડો રૂપિયાનો માલ દુકાનો માં રાખનારા વેપારીઓ માં ભય ફેલાયો છે.











