GUJARATHALOLPANCHMAHAL

હાલોલ નગર સહિત પંથકમાં ઉતરાયણ પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૫.૧.૨૦૨૪

હાલોલ નગર સહિત પંથકમાં ઉતરાયણ પર્વની ઉજવણી સાથે આનંદમઇ વાતાવરણમાં કરવામાં આવી હતી.અવકાશી યુદ્ધ એવા ઉતરાયણ પર્વને લઈ પતંગ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.જ્યારે પતંગ રસિકોએ ઉતરાયણ તેમજ વાસી ઉતરાયણનો લાભ આનંદમય રીતે લીધો હતો.લોકોએ ઉતરાયણ પર્વની ઉજવણી કરવા માટે અગાઉથી જ ધાબા ઉપર લાઉડ સ્પીકર વગાડવા માટે સ્પીકર તેમજ લાઈટ બંધ રહેતા બેટરીની વ્યવસ્થા પહેલેથી જ કરી દેવામાં આવી હતી.ઉતરાયણ પર્વને લઈને લોકો વહેલી સવારથી છત પર પતંગ ચગાવવા માટે પહોંચી ગયા હતા.જ્યારે આકાશમાં રંગબેરંગી પતંગોને લઈ આકાશ પણ મેઘ ધનુષ જેવું લાગી રહ્યું હતું.લોકો કાયપો છે,એ લપેટના ગગનભેદી નારાથી આકાશ ગુંજી ઉઠ્યું હતું.ત્યારે આકાશમાં ઉડતા મૂંગા પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થયા હોવાના બનાવો પણ બનવા પામ્યા હતા.જો કે આવા પક્ષીઓની સારવાર અર્થે હેલ્થ લાઈન નંબરો જાહેર કરેલા હોવાને લઈ લોકોએ ઘવાયેલા પક્ષીઓને બચાવવા માટે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતા કેટલાક પક્ષીઓની સારવાર હાલોલ પશુ દવાખાનામાં નિયમિત સમયમાં મળતા તે પક્ષીઓનો બચાવ થવા પામ્યો હતો.જ્યારે મકરસંક્રાંતિ પર્વને લઈ લોકોએ દાન પુણ્ય છુટા હાથે કરવામાં આવ્યું હતું.તથા મહિલાઓએ ગાયને ઘુઘરી ઘાસ ખવડાવી પુણ્ય કમાયા હતા જ્યારે ગરીબોને તલના લાડુ ચીકી શેરડી તથા બોરનું દાન કર્યું હતું.ઉતરાયણ પર્વને લઈ લોકોએ બે દિવસ સુધી ઊંધિયું જલેબી ફાફડા વગેરેની જયાફત પણ માણી હતી.

[wptube id="1252022"]
Back to top button